દિલ્હી ચૂંટણી: ભાજપના બે દિગ્ગજ નેતાઓને મળી 'વાણી વિલાસની સજા'! તાબડતોબ કાર્યવાહી
દિલ્હીની વિધાનસભા (Delhi Assembly Elections 2020ની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. નેતાઓની નિવેદનબાજી પણ ચરમસીમાએ છે. આવા જ ભડકાઉ નિવેદન આપનારા ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ શર્મા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીની વિધાનસભા (Delhi Assembly Elections 2020ની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. નેતાઓની નિવેદનબાજી પણ ચરમસીમાએ છે. આવા જ ભડકાઉ નિવેદન આપનારા ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ શર્મા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બંને નેતાઓને તત્કાળ પ્રભાવથી સ્ટાર પ્રચારકોની યાદીમાંથી કાઢવાનો પાર્ટીને આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના નિવેદનોની આકરી ટીકા થઈ રહી હતી. ચૂંટણી પંચે ફરિયાદ બાદ કડક કાર્યવાહી કરી. આપત્તિજનક ભાષામાં શાહીન બાગ પર ટ્વીટ કરવા બદલ મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા ઉપર પણ પંચ બે દિવસનો પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.
ભાજપના નેતાઓના વાણી વિલાસ પર ચૂંટણી પંચ કડક
ભાજપના નેતાઓના આ વાણીવિલાસ પર ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ભાજપના નેતાઓને જારી કરેલી નોટિસમાં તત્કાળ પ્રભાવથી કેન્દ્રમાં મંત્રી અનુરાગ ઠાકુર અને વેસ્ટ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્મા પર કાર્યવાહી કરતા પ્રચાર પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. પંચે તત્કાળ પ્રભાવથી બંને નેતાઓને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો.
Election Commission of India: EC has ordered removal of Anurag Thakur & Parvesh Sahib Singh Verma from the list of star campaigners of BJP for #DelhiElections with immediate effect & until further notice. pic.twitter.com/LXAXePyAnn
— ANI (@ANI) January 29, 2020
ઠાકુર અને વર્માએ આપ્યા હતાં આપત્તિજનક નિવેદનો
હિમાચલ પ્રદેશના હમીરપુરથી સાંસદ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી ચૂંટણીમાં પ્રચાર વખતે દેશના ગદ્દારોને ગોળી મારો...નારા બોલાવ્યાં હતાં. આ નિવેદનની ખુબ ટીકા થઈ હતી. બીજી બાજુ વેસ્ટ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્માએ શાહીન બાગની સરખામણી કાશ્મીરથી કરી હતી અને કહ્યું હતું કે તેઓ (પ્રદર્શનકારીઓ) તમારા ઘરોમાં ઘૂસી જશ અને તમારી બહેન દીકરીઓ સાથે રેપ કરશે.
જુઓ LIVE TV
પ્રવેશ વર્માએ કેજરીવાલને ગણાવ્યાં નક્સલી
નિવેદનનો વિરોધ થવા છતાં પ્રવેશ વર્મા પોતાના નિવેદન પર મક્કમ રહ્યાં હતાં અને કહ્યું કે તેઓ પોતાના નિવેદન પર મક્કમ છે અને માફી માંગશે નહીં. એટલું જ નહીં એક ચેનલ સાથે વાતચીતમાં તેમણે અરવિંદ કેજરીવાલને નક્સલી અને આતંકી સુદ્ધા ગણાવી દીધા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે